Monday 16 March 2015

‘બે ટંકનો રોટલો માંડ મળતો હોય એના માટે તો એનું આ ઘર તાજમહેલ જેટલું જ મહત્વનું બની રહે છે’


નવા ડીસામાં ૫૮ પરિવારોને રહેણાંક અર્થે ફાળવાયેલા પ્લોટ પર મકાન બાંધવા માટે સરકાર દ્વારા રૂ.૪૫,૦૦૦ની મદદ કરવામાં આવી. પરંતુ આજની મોંધવારીમાં આટલી રકમથી ઘર બાંધી શકાય નહિ. તો બીજી બાજુ આ પરિવારોની આર્થિક ક્ષમતા પણ નહિ કે તે પોતાનું ઘર જાતે બાંધી શકે અને એ માટેની આર્થિક સગવડ કરી શકે. વળી ઘર એ એવી વસ્તુ છે જે વારે ઘડીએ બાંધી શકાતી નથી. હા, જેની પાસે પૈસા છે એની વાત જુદી છે પણ જેને બે ટંકનો રોટલો માંડ મળતો હોય એના માટે તો એનું આ ઘર તાજમહેલ જેટલું જ મહત્વનું બની રહે છે.



ધરમપુરમાં રહેતાં અપર્ણાબહેન કડીકર અને હેમાંગભાઈ મિસ્ત્રીએ ઘરની ડીઝાઇન તૈયાર કરી. જયારે મકાન બાંધકામમાં તમામ એન્જીન્યરીંગ સહયોગ અમદાવાદના જાણીતા બિલ્ડર શ્રી ઉજમશીભાઈ ખાંદલાએ કર્યો. મકાનની અંદાજીત કિંમત રૂ.૧,૦૫,૦૦0 અંકિત થઇ. પણ આટલી રકમની સગવડ કેવી રીતે કરવી તે સૌથી મોટો પ્રશ્ન હતો. vssm સાથે સંકળાયેલા શુભેચ્છક દાતાઓને આ પરિવારોને મદદરૂપ થવાની અપીલ કરી અને સુરતના આદરણીય શ્રી વલ્લભભાઇ સવાણીએ પ્રત્યેક પરિવારને રૂ. ૪૫,૦૦૦ની આર્થિક સહાય મકાન બાંધકામ માટે કરી. તો આ પરિવારોએ પણ પોતાના મકાનમાં પોતાનો સહયોગ આપવાની ઈચ્છા દર્શાવી પણ મુશ્કેલી બચતની હતી. કોઈ લોન આપે તો એનો હપ્તો દર મહીને ભરીશું એવી ભાવના ખરી. અમદાવાની જાણીતી બેંક ‘ધી કાલુપુર કોમર્શીયલ કો- ઓપરેટીવ બેંક લી.’ પ્રત્યેક પરિવારને રૂ.૧૫,૦૦૦ લોન આપવાની સહમતી દર્શાવી અને આ પરિવારોના મકાનનું કામ શું થયું. આ સિવાય તમામ વહીવટી સહયોગ ‘ફ્રેન્ડસ ઓફ vssm’એ કર્યો. આ પરિવારોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રિ-કાસ્ટ ટેકનોલોજીથી આ પરિવારોના ઘરનું બાંધકામ કરવાનું નક્કી કર્યું. જે ફોટોમાં જોઈ શકાય છે. 

No comments:

Post a Comment