Thursday 2 April 2015

આખરે જુના ડીસામાં દબાણ હટાવવાનું કામ શરુ થયું..

૨૦૧૧માં વિચરતા સમુદાયના ૧૪૩ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયેલા. ગામનાં કેટલાંક પરિવારોએ એ જગ્યા પોતની હોવાનો દાવો કર્યો તો સામે પક્ષે જમીન પણ ખુબ ઉબડ-ખાબડ. જમીન સમતળ માટે સરકારમાં ખુબ પ્રયત્ન કર્યો પણ સરકાર પાસે એ માટેની કોઈ જોગવાઈ નહિ આખરે આ પરિવારોએ જાતે જ જમીન સમતળ કરાવવાનું નક્કી કર્યું. પણ દબાણનું શું. કલેકટર શ્રીને આ જગ્યાનો કબજો અધિકારી ગણની હાજરીમાં આપવા વિનંતી કરી.

એમને થોડા દિવસ પહેલાં અધિકારીને મોકલાવ્યા અને કામ શરુ થયું. ત્યાં ગામના લોકો જે આ જગ્યા પોતાની હોવાનો દાવો કરે છે એ આવ્યાં અને ઝગડો શરુ કર્યો. થોડીવારમાં અધિકારી ગણે હાલ કામ બંધ કરીએ છીએ એમ કહીને કામ બંધ કરવાની સુચના આપી પછી ખબર પડી કે આમાં રાજકારણ સંકળાયું છે. વિચરતી જાતિના આપણા પરિવારોનો જીવ અધ્ધર થઇ ગયો હતો શું કરવું એની સમજ ના પડે.

તા.૧૦ ફેબ્રુઆરી૨૦૧૫ના રોજ વસાહતમાંથી જેમના ઘર બાંધવાના છે એમાંથી ૪૦ વ્યક્તિઓ ગાંધીનગર સચિવાલયમાં પોતાના અધિકાર માટે વાત કરવાં આવ્યાં. જેટલાં મંત્રી મળે એ તમામને રજૂઆત કરવાના સંકલ્પ સાથે. પણ ફક્ત શ્રી શંકરભાઈ ચૌધરી જ મળ્યા. એમને આવેદન આપ્યું. સાથે સાથે મુખ્યમંત્રી શ્રી આનંદી બહેન પટેલને પણ રજૂઆત આપી.(તેઓ પ્રત્યક્ષ મળ્યા નહોતા પણ એમનાં સેક્રેટરી શ્રીને અરજી આપી અને તમામ સ્થિતિથી તેમને અવગત કરી આનંદીબહેનનું ધ્યાન દોરવા વિનંતી કરી. જે રાજકારણ નડે છે એની પણ વાત કરી.)

ગાંધીનગરનો આ ફેરો ફોગટ ના ગયો. ગઈ કાલે એટલે કે તા.૧૧ ફેબ્રુઆરીના રોજ અધિકારીગણે દબાણ દુર કરવાં આવવાની વાત કરી પણ જેવું બુલડોઝર શરુ થયું કે દબાણકર્તા વ્યક્તિઓ કે જેઓ આ જગ્યા પોતાની હોવાનો દાવો કરે છે એ લોકો બુલડોઝર સામે સુઈ ગયા. આખરે કામ બંધ કર્યું. (મામલતદાર શ્રી એ દબાણકર્તા પરિવારોને આ જગ્યા એમની પોતાની હોય તો એના પુરાવા એક દિવસમાં રજૂ કરવાં પણ કહ્યું.) વિચરતા પરિવારોને હવે આ કામ થશે કે કેમ એની શંકા થવાં માંડી. vssm ના કાર્યકર ઈશ્વરભાઈની તો ધીરજ ખૂટી ગયેલી. 

મામલતદાર શ્રી શિવરાજ ગીલવાએ આજે સવારે ફરી બુલડોઝર સાથે વિચરતા પરિવારોને તૈયાર રહેવાં કહ્યું. બધા જ પરિવારો તૈયાર સામે પક્ષે જેમનો આ જમીન પોતાની હોવાનો દાવો એ લોકો પણ તૈયાર. બપોર થઇ પણ તો પણ કામ શરુ થયું નહોતું. આજે વિચરતા પરિવારોએ નક્કી જ કર્યું હતું કે જ્યાં સુધી કામ કામ શરુ નહિ થાય ત્યાં સુધી ઘરે નહિ જાય.. અધિકારીગણ પોતાની રીતે મદદ કરવાં તત્પર આખરે બપોરના ૨૦ પોલીસકર્મી સાથે મામલતદાર શ્રી અને તાલુકા અન્ય અધિકારીગણની હાજરીમાં દબાણ દુર કરવાની પ્રક્રિયા શરુ થઇ. જે ફોટોમાં જોઈ શકાય છે.


આ પરિવારોને એમનો હક અપાવવામાં મદદરૂપ થનાર સૌનો આ તબક્કે આભાર માં છું.





No comments:

Post a Comment