Thursday 16 April 2015

Human Right to Housing For Nomads of Gujarat - VSSM Advocacy

Finally work to clear encroachment over the allotted land begins in Juna Deesa…...

In  the year 2011, 143 Nomadic Families in Juna Deesa received residential plots,  the allotted land needed to be levelled if any construction had to be done on it. The other issue that arose was there was a group of individuals who claimed that the allotted land belonged to them.. so even before the families could dream of building their homes a glaring really awaited them…. it was a conflict they were staring at. Numerous requests and appeals to the authorities to make some budgetary provisions to meet the cost of levelling the land so finally the families decided to bear the cost of levelling the land. One issue down one more to go…. the claim on land by other  issues had to be addressed. Hence we requested the district collector to give the possession of the plots in presence of authorities. 
Human Rights to Housing for Nomadas of Gujarat

A few days back the Collector sent the officials to give possession to the plots and suddenly  individuals from  the  village who were claiming their right over the land came up and began agitating. A dispute erupted and the authorities convinced the agitators that they are stopping the work instructing all activities to be stopped. Later it came to our knowledge that the issue was something else and much deeper than it seemed with some politics involved. The nomadic communities became list less and  felt threatened because of such revelations. 

On 10 February 2015, 40 individuals from the 143 families of Nomadic Tribes (NT) and De-Notified Tribes (DNT) who had received the plots, with an intention to talk to the available Ministers about their ongoing conflict and their rights,  came to Secretariat at Gandhinagar. Unfortunately they couldn’t meet anyone except Shri. Shankarbhai Choudhry. The gave their complain in writing. The also presented the matter to CM Shri. Anandiben Patel.Since she was not present her Secretary was briefed and given the written statement, requested to inform the CM on the matter and we also spoke about the politics the was hindering the developments. 

Though the community members failed to meet more number of ministers as they would have wanted but the visit to Gandhinagar did make an impact. 

Next day on 11th February  2015 the officials informed us about their coming to remove the encroachment. Just as the bulldozer got into action the individuals who had been claiming the land to be their’s  came and lied down before the bulldozer. Again the work had to be stopped. The Mamlatdar asked the agitators to present within 24 hours the documents that prove their right on the land. The nomadic families lost hope and became apprehensive. Ishwabhai from VSSM was growing  impatient as well. 

Today on 15th February Mamlatdar Shri Shivraj Gilva again instructed the nomadic communities to get ready with the bulldozer. The nomadic families were all set and so were the individuals who claimed their right on the land. Work, however did not commence until afternoon. The nomadic families had decided that they would neither  leave the site nor will they return home unless work begins. Finally at around 2 in the afternoon in presence of government officials and 20 policemen  work to clear the encroachment  began - can be seen in the picture..

We are grateful to all who have supported the families attain their rights...

આખરે જુના ડીસામાં દબાણ હટાવવાનું કામ શરુ થયું.. 
Human Right To Housing For Nomads of Gujarat - VSSM Advocacy
૨૦૧૧માં વિચરતા સમુદાયના ૧૪૩ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયેલા. ગામનાં કેટલાંક પરિવારોએ એ જગ્યા પોતની હોવાનો દાવો કર્યો તો સામે પક્ષે જમીન પણ ખુબ ઉબડ-ખાબડ. જમીન સમતળ માટે સરકારમાં ખુબ પ્રયત્ન કર્યો પણ સરકાર પાસે એ માટેની કોઈ જોગવાઈ નહિ આખરે આ પરિવારોએ જાતે જ જમીન સમતળ કરાવવાનું નક્કી કર્યું. પણ દબાણનું શું. કલેકટર શ્રીને આ જગ્યાનો કબજો અધિકારી ગણની હાજરીમાં આપવા વિનંતી કરી.
એમને થોડા દિવસ પહેલાં અધિકારીને મોકલાવ્યા અને કામ શરુ થયું. ત્યાં ગામના લોકો જે આ જગ્યા પોતાની હોવાનો દાવો કરે છે એ આવ્યાં અને ઝગડો શરુ કર્યો. થોડીવારમાં અધિકારી ગણે હાલ કામ બંધ કરીએ છીએ એમ કહીને કામ બંધ કરવાની સુચના આપી પછી ખબર પડી કે આમાં રાજકારણ સંકળાયું છે. વિચરતી જાતિના આપણા પરિવારોનો જીવ અધ્ધર થઇ ગયો હતો શું કરવું એની સમજ ના પડે. 
તા.૧૦ ફેબ્રુઆરી૨૦૧૫ના રોજ વસાહતમાંથી જેમના ઘર બાંધવાના છે એમાંથી ૪૦ વ્યક્તિઓ ગાંધીનગર સચિવાલયમાં પોતાના અધિકાર માટે વાત કરવાં આવ્યાં. જેટલાં મંત્રી મળે એ તમામને રજૂઆત કરવાના સંકલ્પ સાથે. પણ ફક્ત શ્રી શંકરભાઈ ચૌધરી જ મળ્યા. એમને આવેદન આપ્યું. સાથે સાથે મુખ્યમંત્રી શ્રી આનંદી બહેન પટેલને પણ રજૂઆત આપી.(તેઓ પ્રત્યક્ષ મળ્યા નહોતા પણ એમનાં સેક્રેટરી શ્રીને અરજી આપી અને તમામ સ્થિતિથી તેમને અવગત કરી આનંદીબહેનનું ધ્યાન દોરવા વિનંતી કરી. જે રાજકારણ નડે છે એની પણ વાત કરી.) 
ગાંધીનગરનો આ ફેરો ફોગટ ના ગયો. ગઈ કાલે એટલે કે તા.૧૧ ફેબ્રુઆરીના રોજ અધિકા

રીગણે દબાણ દુર કરવાં આવવાની વાત કરી પણ જેવું બુલડોઝર શરુ થયું કે દબાણકર્તા વ્યક્તિઓ કે જેઓ આ જગ્યા પોતાની હોવાનો દાવો કરે છે એ લોકો બુલડોઝર સામે સુઈ ગયા. આખરે કામ બંધ કર્યું. (મામલતદાર શ્રી એ દબાણકર્તા પરિવારોને આ જગ્યા એમની પોતાની હોય તો એના પુરાવા એક દિવસમાં રજૂ કરવાં પણ કહ્યું.)  વિચરતા પરિવારોને હવે આ કામ થશે કે કેમ એની શંકા થવાં માંડી. vssm ના કાર્યકર ઈશ્વરભાઈની તો ધીરજ ખૂટી ગયેલી.
મામલતદાર શ્રી શિવરાજ ગીલવાએ આજે સવારે ફરી બુલડોઝર સાથે વિચરતા પરિવારોને તૈયાર રહેવાં કહ્યું. બધા જ પરિવારો તૈયાર સામે પક્ષે જેમનો આ જમીન પોતાની હોવાનો દાવો એ લોકો પણ તૈયાર. બપોર થઇ પણ તો પણ કામ શરુ થયું નહોતું. આજે વિચરતા પરિવારોએ નક્કી જ કર્યું હતું કે જ્યાં સુધી કામ કામ શરુ નહિ થાય ત્યાં સુધી ઘરે નહિ જાય.. અધિકારીગણ પોતાની રીતે મદદ કરવાં તત્પર આખરે બપોરના ૨૦ પોલીસકર્મી સાથે મામલતદાર શ્રી અને તાલુકાના અન્ય અધિકારીગણની હાજરીમાં દબાણ દુર કરવાની પ્રક્રિયા શરુ થઇ. જે ફોટોમાં જોઈ શકાય છે. 
આ પરિવારોને તેમનો હક અપાવવામાં મદદરૂપ થનાર સૌનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. 

No comments:

Post a Comment