Wednesday 1 July 2015

Housing For Vadee Community by VSSM at Dhangadhra

Construction of sanitation units at
the Vadee settlement in Dhangadhra..
Work on construction of sanitation units commences at the Vadee settlement in Dhangadhra..

Construction of homes for 155 families belonging to Vadee Community is underway in Dhangadhra. These homes are built using stone, taking into consideration the availability of stone in Dhagadhra (in this region most of the homes are built with stones rather than bricks). Donations of Rs. 25,000 per family have been received from the well wishers of VSSM.  Recently we have began including a sanitation unit in each of the home built by us. This 155 homes also needed a to have that. Hence
Shri. Sevantibhai Kapasi has in memory of ‘Smt. Kamlaben Shantilal Chunilal Kapasi’ through Indu Corporation Pvt. Ltd donated Rs. 8,24,400 and Rs. 5,00,000 through ‘Kapasi Chunilal Deepchand Charitable Trust’ bringing his total contribution to Rs. 13.24 lacs. Rs. 10 lacs have been received from ‘Sankat Nivaran Society Gujarat.’ All these money will be used for construction of sanctions units for each home.
The nomadic communities have always led a wandering lifestyle, they aren’t habitual using toilets so when we shared the idea of constructing them the families refused. They suggested towards using the money for building homes. We convinced them into allowing us to build the sanitation blocks to which they suggested the unit should not share wall with the home!!

We are grateful to all our well wishers for supporting the construction of Vadee settlement in Dhagadhra.


In the picture - sanitation unit under construction

vssm દ્વારા વાદી વસાહતમાં સેનીટેશન યુનીટનું બાંધકામ શરૂ થયું

        ધ્રાંગધ્રામાં વિચરતા સમુદાયમાંના વાદી સમુદાયના ૧૫૫ પરિવારોના ઘરો બાંધવાનું કામ ચાલી રહ્યું છે. ધ્રાંગધ્રાની ઘરને અનુરૂપ પથ્થરમાંથી આપણે ઘરોનું બાંધકામ શરૂ કર્યું છે. vssm સાથે સંકળાયેલા શુભેચ્છક દાતાઓએ પ્રત્યેક પરિવારને રૂI. ૨૫,૦૦૦ની આર્થિક સહાય ઘર બાંધી આપવામાં કરી. ઘરની સાથે સાથે આ પરિવારોના શૌચાલય બાંધવાનું આયોજન પણ કરવાનું હતું અને તે માટે મુંબઈમાં રહેતા શ્રી સેવંતીભાઈ કપાસી દ્વારા શ્રીમતી કમલાબહેન શાંતીલાલ ચુનીલાલ કપાસીની યાદીમાં ઇન્દુ કોર્પોરેશન પ્રાઇવેટ લી.દ્વારા ૮.૨૪,૦૦૦ અને કપાસી ચુનીલાલ દીપચંદ ચેરીટેબલ ટ્રસ્ટદ્વારા ૫,૦૦,૦૦૦ એમ કુલ રૂI. ૧૩,૨૪ લાખ અને સંકટ નિવારણ  સોસાયટી ગુજરાતદ્વારા રૂI. ૧૦,૦૦૦,૦૦નું અનુદાન ધ્રાંગધ્રા વસાહતમાં સેનીટેશન યુનીટના બાંધકામ નિમિતે મળ્યું.

        આ પરિવારો આમ તો શૌચાલયથી ટેવાયેલા નહીં એટલે જયારે શૌચાલય બનવવાની વાત આવી ત્યારે પ્રથમ તો તેમણે ના પાડી. ઊલટાનું સંસ્થાના માધ્યમથી શૌચાલય માટે જેટલા નાણાં ખર્ચ થવાના છે તે નાણાં ઘર બાંધવા માટે વપરાય તેમ ગોઠવવા સૌએ વિનંતી કરી. વિચરતા પરિવારો મૂળ સદીઓથી રઝળતા રહ્યા છે એટલે શૌચાલય માટેની માનસીકતા જ નહીં. આપણે તેમને સમજાવ્યા એટલે મન વગર તેમણે શૌચાલય બનાવવા મંજૂરી આપી. સાથે સાથે પોતાના ઘરની દિવાલને શૌચાલયની દિવાલ અડકે નહીં તે પ્રકારે આયોજન કરવાની સ્પષ્ટ સૂચના પણ આપી.

        ધ્રાંગધ્રાની વસાહતના બાંધકામમાં મદદરૂપ થનાર સૌ સ્વજનોનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ...ફોટોમાં સેનીટેશન યુનીટનું બાંધકામ થઇ રહ્યું છે તે જોઈ શકાય છે.

No comments:

Post a Comment