Thursday 16 July 2015

VSSM facilitates application for housing loan for Vansfoda families…..

Vansfoda families filling up application forms
After continuous follow ups the  8 Vansfoda families of Jesda received residential plots, the families did face resistance from the locals who encroached the allotted land but that matter is also being addressed after our persistent lobbying to the concerned authorities  against these vested interest groups. Gradually things are shaping up to be normal for these families. 

The construction work for their new homes has commenced with the digging of foundations. The families shall  be receiving Rs. 70,000 each under the Pandit Dindayal Housing scheme, the amount is nowhere enough to meet even the basic construction cost. VSSM, through the support it receives from its well-wishers will be supporting these families.We believe that it is important these families contribute towards building their own homes but for now it seems impossible. Their economic condition is extremely poor and sources of earning are erratic. Traditionally the Vansfoda’s earned their living by making bamboo baskets. There has been a gradual decline in  the supply of raw material and the demand for their products. Today machine made cheap plastic has replaced hand made baskets. The Vansfoda community has also picked up selling plastic tubs, buckets, baskets etc. Income from this is extremely meagre. So how can they contribute towards building their own homes has been a big question??

The answer to this dilemma came when The Kalupur Cooperative Bank, our constant partner, volunteered to provide loan of Rs. 15,000 to each of the family. The loan will be repaid through an EMI of Rs. 500 each. The families have began saving Rs. 20 everyday so that paying the monthly instalment doesn’t become cumbersome. 

In the picture family members of 7 families filling up application forms at the bank on 13th July 2015. 


vssmની મદદથી મળેલા પ્લોટ પર ઘર બાંધવા વાંસફોડા પરિવારોએ લોન માટે અરજી કરી...
પાટણ જીલ્લાના સમી તાલુકાના જેસડા ગામમાં રહેતા ૮ વાંસફોડા પરિવારોને vssmની સતત રજૂઆતના કારણે  રહેણાંક અર્થે પ્લોટ ફાળવવામાં આવ્યાં. હા ગામ સાથે થોડો સંઘર્ષ પણ રહ્યો.. એમણે ફાળવેલા પ્લોટ પર જવાની જગ્યા પર ગામના ખેડૂતોએ દબાણ પર કરી દીધેલું પણ હવે ધીમે ધીમે બધું થાળે પડ્યું. આ પરિવારોના મકાનના પાયા ખોદાઈ રહ્યા છે. સરકાર ‘પંડિત દિનદયાળ આવાસ યોજના’ અંતર્ગત આ પરિવારોને ઘર બાંધવા માટે રૂ.૭૦,૦૦૦ આપશે. પણ આજની મોંઘવારીમાં આટલી રકમમાંથી કંઈ ઘર બની ના શકે. vssm પણ આ પરિવારોને ઘર બાંધવા માટે મદદ કરશે. પણ આ પરિવારો પણ પોતાનાં ઘર બાંધવામાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. પણ આર્થિક હાલત આ પરિવારોની નાજુક છે એ પણ હકીકત છે. 
જેસડામાં રહેતાં વાંસફોડા પરિવારો પહેલાં વાંસમાંથી સુડલા ટોપલા બનાવવાનું કામ કરતા પણ વાંસ મોંઘો થતાં એમાંથી મળતર સાવ ઘટી ગયું. વળી પ્લાસ્ટીકનું ચલણ વધતા લોકો વાંસની વસ્તુ કરતાં પ્લાસ્ટીકના તબકડા વગેરે ખરીદવાનું વધારે પસંદ કરે.. એટલે આ પરિવારોએ પણ વાંસકામ બંધ કરીને પ્લાસ્ટીકના તબકડા, ડોલ, ટબ વેચવાનું શરુ કર્યું. આખો દિવસ રઝળપાટ કરે ત્યારે ખાવા જોગું નીકળે એવી હાલતમાં જીવતા આ પરિવારો પોતાનું ઘર બાંધવા પોતાનું યોગદાન કેવી રીતે આપે. આ બધી મીઠી મૂંઝવણનો એક રસ્તો નીકળ્યો.. કાલુપુર બેંક જે vssm ના કામોમાં સતત સહભાગી બને છે એમાંથી રૂ.૧૫,૦૦૦ ની લોન લેવાનું આ પરિવારોએ નક્કી કર્યું અને માસિક હપ્તો રૂ.૫૦૦ નક્કી કર્યો.. આ પરિવારોએ પણ રોજ થતી આવકમાંથી ઓછામાં ઓછા રૂ.૨૦ ગલ્લામાં ભેગા કરવાનું નક્કી કર્યું છે જેથી દર મહીને બેન્કનો હપ્તો ભરવામાં મુશ્કેલી ના પડે. તા. ૧૩/૦૭/૧૫ના રોજ બેન્કમાંથી આવેલા કર્મચારીએ ૮ માંથી ૭ પરિવારો કે જેમણે લોન લેવાની ઈચ્છા દર્શાવી હતી એમના લોન માટેના ફોર્મ ભર્યા જે ફોટોમાં જોઈ શકાય.
બસ હવે વગડામાંથી વહાલપની વસાહતમાં આ પરિવારો ઝટ પહોચશે...

No comments:

Post a Comment