Wednesday 20 January 2016

Work begins in Vadia for the construction of Sanitation Unit

construction of sanitation unit at Vadia underway...
with help of vssm
Vadia and its residents have always been an enigma for the society. For many decades the women of Vadia have practiced prostitution as a means to earn their living and fend their families. While the society held their prejudice and believed that it was a profession these women choose voluntarily, the fact was totally contradictory  to it. As a result of such mindset across sections of society no government agencies, voluntary organisations or individuals succeeded with their efforts in Vadia. 

In 2005-06, we  reached Vadia with an objective to make basic infrastrucutre facilities available to its residents. There was no pucca road connecting Vadia to the nearest village nor were the facilities of power, water, housing or sanitation available to them. When we brought these issues to the notice of the authorities they always argued “that there was no need to work in this village and with this community!!” Even the school never functioned as the teacher hardly showed up, as they considered  Vadia to be their punishment posting. Such preconceived behaviour hindered the community’s chances of accessing even the basic human rights….

Work begins in Vadia  for the construction of Sanitation Unit 
As mentioned Vadia has been mysterious, more so because of the facade it wears,   the need of it is because of its extreme  vulnerability. To guard their vulnerability the community here maintains a very uptight appearance. They do not allow people to get close to them and neither they share their pain and sorrows with others. The initial years remained extremely challenging for us, we had to prove to this community that our presence in the village was to support them and not take advantage of their vulnerability. The stand VSSM took was to be a friend of these families instead of preaching them to shun away the profession they practiced. How can we even do that when we had no alternate livelihood available!! And why even bother of what others are doing or saying, we had the intention to remain patient, understanding and calm……..This preparedness helped us find a footing in a village where people never liked to visit again. The community members began approaching VSSM for their issues, shared their pain and joy with us, opened their hearts to us, made us part of their lives; basically they put faith in us.. They shared numerous stories with us, tales enough to write a novel…Our patience paid because we had no malice in mind our intent was to be helpful to them as much as possible…….

Our presence in the village and the never-say-die attitude helped us bridge the gap with the Vadia community. To an extent this also sensitised the authorities who mellowed a bit and changed their stance towards Vadia. A pucca road and decent pucca houses in the village became a reality, the water issue eased a bit. VSSM began a school in the village… and many more such encouraging outcomes were witnessed. The community needed sanitation units and  has been requesting for the same for quite some time now. The government aid only comes after the sanitation unit is built, a photo clicked and sent to the concerned department, who laters reimburses the amount spent on building the unit. It is impossible for the community here to save so much of cash on hand (around Rs. 12,000 to 15,000)  to construct a toilet block!! The other pre-condition to access government support was the unit had to be in the village whereas there are numerous families who stay in farms and could not access government aid. Hence, VSSM requested its well-wishers to contribute towards construction of sanitation units in Vadia. In the first stage we have decided to construct 60 units from the support we have received so far.  
Work begins in Vadia  for the construction of Sanitation Unit 

The Block Development Officer (BDO) has inspected the ongoing construction,as this point, we aren’t sure how many families will receive the government support but the community has agreed to give the amount they receive to the families staying in the farms who aren’t entitled to any such government support. Such gesture might seem normal but considering the image Vadia had, its pure magic!!! 

The math behind sanitation unit :

Government support APL families is Rs. 8000 whereas to the BPL families is 12,000. The cost of constructing one sanitation unit is Rs. 15,500. The remaining amount will be provided by VSSM, whereas VSSM will cover the complete cost for the families who aren’t entitled to government support. 

We are extremely grateful to all our supporters for responding to our call and extending generous support. 

We are also thankful to Shri Deepakbhai Chaudhry for taking charge of the construction of sanitations units in Vadia. It would have been challenging task for VSSM to ensure completion of the project considering the internal dynamics prevalent in Vadia. 

In pic - construction of sanitation unit underway...

વાડિયામાં સેનિટેશન યુનિટનું કામ શરુ થયું.
બનાસકાંઠાના વાડિયાગામમાં ૨૦૦૫-૦૬ ના વર્ષમાં વારંવાર જવાનું થયું. મૂળ તો આ ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપબ્ધ થાય એ કરવું હતું. એ વખતે તો વડગામડાથી વાડિયાને જોડતો પાકો રોડ, પાણી, લાઈટ, ઘર જેવી કોઈ સુવિધા આ ગામના લોકોને મળી નહોતી. આ સંદર્ભે કચેરીમાં રજૂઆત માટે જવાનું થાય એટલે સૌને આ ગામમાં કોઈ કામ કરવાની જરૂર નથી એમ જ લાગતું. 
વાડીયામાં રહેતાં સરાણિયા પરિવારોની બહેનો દેહવ્યાપાર કરીને પરિવારનો ગુજારો કરતી જે સામાન્ય સમાજ માટે સરળતાથી સ્વીકારી શકાય એમ નહોતું, વાત ખરી, પણ અન્ય વિકલ્પ માટે કે એમને આવી દોઝખભરી જિંદગી કેમ અપનાવવી પડી એના મૂળમાં જઈ આ સમસ્યાને સમજવા કોઈ તૈયાર નહોતું. ગામમાં જવાનું કહેવામાં આવે એટલે સૌના નાકના ટેરવાં ચડી જાય. જે શિક્ષકની આ ગામમાં બદલી થાય એને સજા મળ્યા જેવું લાગે.

શરૂઆતના એ દિવસો ખુબ સંઘર્ષમય રહ્યાં. પણ ધીરજથી કામ કરવાનું હતું એ અમે જાણતા હતાં. વળી એક અભિગમ એ પણ હતો કે, કોઈ શું કરે છે? એની પળોજણમાં પડ્યા વગર આપણાથી શું થઇ શકે એ વિચારીએ અને એ દિશામાં કામ કરીએ તો વધારે સારું થઇ શકે. બસ આ અભિગમે ગામમાં ધીમે ધીમે બદલાવની શરૂઆત કરી. આ ગામના કેટલાય રહસ્યો જે કયારેય કોઈ જાણી ના શકે એ રહસ્યો સરણીયા પરિવારોએ સામેથી કહ્યા. આ બધું એમના પરિવારના સભ્ય કે સ્વજન બન્યા વગર સંભવ નહોતું. પણ ભાવ શુદ્ધ હતો એટલે ધીમે ધીમે લોકો ભરોષો મુકતા થયા અને મુક્ત મને પોતાની આપવીતી કહેતા થયા. એક નહિ પણ અનેક નવલકથા રચાય એવી આ ગામમાં રહેતાં દરેક પરિવારની વિટંબણા હતી.

સતત લાગ્યાં રહેવાનાં કારણે વહીવટીતંત્રનો અભિગમ પણ ધીમે ધીમે બદલાયો. રોડ અને પાકા ઘરો બન્યાં. પાણીની સમસ્યા પણ કંઇક અંશે હળવી થઈ. ગામમાં શૌચાલય બને એ માટે ગામલોકો ઘણા સમયથી રજૂઆત કરતાં હતાં. પણ ગામડાંમાં શૌચાલય માટે સરકારી સહાય શૌચાલય બનાવ્યા પછી એનો ફોટો પાડી કચેરીમાં આપ્યાં પછી મળે એમ અધિકારી વારંવાર કહે. જયારે બીજી બાજુ વાડિયામાં રહેતાં એવાં કેટલાંય પરિવારો પાસે રૂ.૧૨,૦૦૦ થી રૂ.૧૫૦૦૦ની એવી કોઈ જમા પુંજી નહોતી કે જેમાંથી એ સેનિટેશન યુનિટ બનાવી શકે. વળી ગામમાં જેમની પાસે સનદ હતી એમને સેનિટેશન યુનિટ બન્યા પછી સરકારી સહાય મળે પણ ખરા પણ જેમના ઘરો ખેતરમાં હતાં એમને આ સહાય મળવાનું સંભવ નહોતું.  
આખરે vssmએ વિચરતી જાતિના કામોમાં મદદરૂપ થતાં સૌ સ્વજનો સામે અપીલ મૂકી અને આ નિમિતના પૈસા મળ્યાં. અમે ૬૦ પરિવારના સેનિટેશન યુનિટ પ્રથમ બનાવવાનું નક્કી કર્યું અને એનું કામ શરુ થયું. 
તાલુકા વિકાસ અધિકારીને ગામમાં સેનિટેશન યુનીટનું બાંધકામ શરુ થયાનો ખ્યાલ આવ્યો એટલે એ આવીને બાંધકામ જોઈ ગયાં. એ કેટલાં પરિવારોને સહાયની રકમ આપે છે એનો ખ્યાલ નથી પણ જેમને મળશે એ તમામ પરિવારો એ રકમ જેમને સરકારી ગ્રાન્ટ ખેતરમાં ઘર હોવાના કારણે નહિ મળી શકે એમને આપવાનો નિર્ધાર કર્યો છે. આમ તો આવો વિચાર પણ આ ગામના ભૂતકાળના અનુભવો યાદ કરું તો આશ્ચર્ય થાય એમ છે. પણ ચમત્કાર થાય છે એ અમે માનીએ છીએ અને અમને એ વડિયામાં


દેખાય છે.
સરકાર BPL લાભાર્થીને રૂ.૧૨૦૦૦ અને APL પરિવારોને રૂ.૮,૦૦૦ મદદ કરે છે જયારે એક સેનિટેશન યુનિટની કોસ્ટ રૂ. ૧૫,૫૦૦ જેટલી થાય આમ બાકીની રકમ vssmમાંથી આપવામાં આવશે. અને જેમને સરકારી સહાય નહિ મળે એમનો તો તમામ ખર્ચ vssm આપશે. આ કામ vssm સાથે સંકળાયેલા સૌ દાતાઓની મદદથી સંભવિત બન્યું જે માટે અમે સૌના આભારી છીએ.
સેનિટેશન યુનિટનું બાંધકામ વાડિયામાં કરવાનું હોઈ લોકલ માણસોનું કામ માટે મળવાનું થોડું મુશ્કેલ બનત. વળી આ દિશામાં સંસ્થાગત રીતે અમારો કોઈ અનુભવ પણ નહિ ત્યારે આ ક્ષેત્રમાં ઘણું કામ કરતાં શ્રી દીપકભાઈ ચૌધરીએ આ સંદર્ભનો તમામ ભાર ઉપાડી લીધો જે માટે અમે સૌ એમનાં આભારી છીએ. 

ફોટોમાં વડિયામાં બંધાઈ રહેલાં સેનિટેશ યુનિટ

Monday 18 January 2016

The Vansfoda families receive cheques for assistance towards construction of houses…

The Vansfoda families receive cheques for assistance towards construction of houses
A field meeting with vansfoda families of jesda - Mohanbhai
( VSSM field coordinator) discussing for contraction of their houses

The Vansfoda families residing in Jesda village of Patan’s Sami block were allotted residential plots and hence the subsequent move was to apply for assistance towards construction of house under the Pandit Dindayal Was Yojna. VSSM’s Mohanbhai ensured that these families receive the entitled assistance. Shri. Narendra Jani, Additional Director - Nomadic Tribes provided the required support to Mohanbhai. Shri Jani has also been instrumental in ensuring the families are allotted the residential plots. 

Infact these families had already initiated the construction of their homes even before they received the cheques. This has been possible due to the loan extended by the Kalupur Cooperative bank. The families are dreaming of creating a beautiful abode with ta little help from government and their own contribution. 

VSSM is ensuring these families realise their dream as soon as possible.. 

વિચરતી જાતિના વાંસફોડા પરિવારોને મકાન સહાયના ચેક મળ્યા.

પાટણ જીલ્લાના સમીતાલુકાના જેસડા ગામમાં રહેતા વાંસફોડા પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા. આ પ્લોટ પર ઘર બાંધવા માટે તેમને મકાન સહાય મળે એ માટે vssmના કાર્યકર મોહનભાઈ બજાણિયા કેટલાંય સમયથી પ્રયત્નશીલ હતા. એમના આ કામમાં શ્રી નરેન્દ્ર જાની નાયબ નિયામક વિચરતી જાતિ પાટણે ખુબ મદદ કરી. એમની મદદથી જ આ પરિવારોને પ્લોટ મળવાનું સંભવ બન્યું. 

આ પરિવારોએ પણ મકાન સહાય મળે એ પહેલાં મકાનના પાયા ખોદવાનું. પાયા પુરવા માટે પથ્થર લાવવાનું શરુ કરી દીધું હતું અને એ માટે કાલુપુર બેંકમાંથી એમણે લોન પર લીધી છે. પોતાની મહેનત અને સરકારની મદદથી સુંદર ઘર બનાવવાનું આ પરિવારોએ સ્વપ્ન સેવ્યું છે.

vssm પણ આ પરિવારોને ઘર બાંધવામાં શક્ય મદદ કરશે.. બસ આ પરિવારો એમને ગમતી વહાલપની વસાહતમાં ઝટ પહોચે.