Friday 13 May 2016

One more request to seek permission to commence construction….

 You can see the conditions these families live under….
The 10 Saraniyaa and Vansfoda-Vadee families staying in Chanasma town of Patan district were sanctioned plots on 16/9/2014 through Letter No. 2-3070 to 3080-2014. The order was sanctioned by the District Collector. After the order of allotment the families were also given possession of their plots. Ideally, once the plots are sanctioned and allotted things should begin to move faster but that hasn’t happened for these families who are still awaiting permission from the Chanasma town corporation to proceed with the construction. Its almost 2 years that the family received the plots but they continue to stay in their old shanties. VSSM and the families have made numerous efforts to get the necessary permits to commence  construction but some how our efforts have brought any results, may be the authorities care the leaste!!!!

 We were hoping that this monsoon will be different for these 10 families. In the past they  have battled the elements in their small shanties made of tarpaulin. Had they got the required permits we would have proceeded with the applications to seek support for construction of houses.. but  for now we have no choice but to wait. 

Ironically,  there is this scenario where the government’s welfare funds meant for such underprivileged sections of our society remain under utilised, the bureaucratic nitty-gritties just never allow the needy to access the budgets that are meant to uplift them…..Ultimately its the poor who are at loss and sadly that isn’t something that would  worry the people who govern us or would it?


બાંધકામ માટે મંજુરી મળે તે માટે vssm દ્વારા રજૂઆત કરવામાં આવી.

પાટણ જિલ્લાના ચાણસ્મામાં રહેતા 10 વિચરતી જાતિના સરાણિયા અને વાંસફોડા વાદી પરિવારોને તા. 16-09-2014ના રોજ પત્ર ક્રમાંક નં.જમીન-વશી-2-3070 થી 3080-2014 થી રહેણાંક અર્થે પ્લોટ ફાળવતો હુકમ કલેકટર શ્રી કરવામાં આવ્યો હતો. હુકમ પછી આ પરિવારોને જમીનનો કબજો પણ આપવામાં આવ્યો પણ હજુ સુધી આ પ્લોટ પર બાંધકામ માટેની મંજુરી ચાણસ્મા નગરપાલિકા દ્વારા આ પરિવારોને આપવામાં આવી નથી. જેના કારણે જમીન મળી ગયા પછી પણ તેમને પૂર્વાવસ્થા એટલે કે ઘાસની કે પ્લાસ્ટીકની આડાશો કરીને જ રહેવું પડે છે. બાંધકામ માટે મંજુરી મળે તે માટે ઘણીયે વખત આ પરિવારો અને vssmના માધ્યમથી રજૂઆતો કરી છે પણ કોણ જાણે કેમ તે તરફ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. 

બાંધકામ માટે મંજુરી મળે તો આ પરિવારો આ મહિનામાં થોડુ ઘણુંયે ઘર ઊભું કરી શકે અને એમ થાય તો ચોમાસામાં તેમની સ્થિતિ ખરાબ થતી અટકે. એક વખત બાંધકામ માટે મંજુરી મળે પછી જ આ પરિવારો મકાન સહાય મેળવવા અરજી કરી શકે અને પોતાની રીતે પણ બાંધકામ શરૃ કરી શકે. જો કે એક બાજુ સરકાર દ્વારા ફળવાતું કલ્યાણકારી યોજનાઓ માટેનું બજેટ વણવપરાયેલું પડ્યું રહે છે ત્યારે બીજી બાજુ આવા વંચિત પરિવારો યોજનાની મદદ સરકારી આંટીઘૂંટીના કારણે લઈ શકતા નથી. ખેર પ્રજાના ભાગે બસ વિનવણી જ લખાયેલી છે જે આ પરિવારો અને અમે કરી રહ્યા છીએ.

હાલમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટામાં જોઈ શકાય છે. તેઓ મંજૂરી મળે એની રાહ જોઈ રહ્યાં છે.

No comments:

Post a Comment