Saturday 12 November 2016

These are the homes of Vansfoda Families that are literally shaping up brick-by-brick...


the current living conditions of these families.
The 8 Vansfoda families living in Jesda village have finally embarked upon the process of building their homes. The families have received the first instalment of Rs. 17,500 from the government while the loan of Rs. 15,000 from  Kalupur Cooperative Bank and VSSM’s support of Rs. 25,000 in form of construction material and their own savings are helping these families build a home of their dreams.
  
It is first ever house of  these families are building intact no one from their previous generations have ever lived in a pucca house so yet these homes are their lifelong yearning and dreams and they are taking utmost care to build it in a way that will last for their future generations. So instead of one room they have decided to make it a two room house. Changes in the design means added cost that they will be bearing and they are ready to shell that cost from their savings they manage from whatever little they earn!! 

The approach and patience these families have adopted surely reminds us of the popular song, “Ek Bangla Bane Nyara…”  ( to make a  beautiful and distinct house ) 

the houses taking shape

‘એક બંગલા બને ન્યારા’
કવિ સુંદરમનું મુક્ત છે, 
‘તને મે ઝંખી છે, 
યુગોથી ધીખેલા
પ્રખર સહરાની તરસથી’ આ મુક્તક જેવી જ તલપ વિચરતા પરિવારોને ઘરની છે.

પાટણના શંખેશ્વર તાલુકાના જેસડાગામમાં 8 વાંસફોડા પરિવારોના ઘરો બંધાઈ રહ્યા છે. સરકાર દ્વારા રૃા.17,500નો પહેલો હપ્તો ઘર બાંધકામ માટે મળ્યો છે. પણ કાલપુર બેંકમાંથી રૃા.15,000ની લોન, VSSMમાંથી ઘર બાંધકામ માટે ખરીદીને આપવામાં આવેલું રૃા.25,000નું મટીરીયલ અને પોતાની મહેનતની કમાણીમાંથી નાની બચત કરીને તેમણે ખુબ સરસ ઘર બનાવવાની દિશામાં પગરણ માંડ્યા છે.

જ્યાં એક રૃમ બનાવવાનો છે ત્યાં તેમણે બે રૃમ અને તે પણ વ્યવસ્થિત બનાવવાનું વિચાર્યું તો, પહેલાં અમને ચિંતા થયેલી કે આવડુ મોટું બાંધકામ તેઓ કેવી રીતે પુરુ કરશે પણ તેઓ ખુબ સારી રીતે ધીમે ધીમે પણ નક્કર કામ કરી રહ્યા છે. 

એ લોકો કહે છે, ‘અમારી આખી પેઢીમાં અમે પહેલાં છીએ જે આ રીતે પોતાના અને એ પણ પાકા ઘરમાં રહેવા જવાના છીએ. એટલે ભલે મોડું થાય પણ સરસ ઘર બનાવીને પછી એમાં જઈશું. અમારી પાસે મુડી નથી પણ ધીમે ધીમે મૂડી ભેગી કરી ઘર બાંધીશું.’

હિન્દી ફીલ્મનું ગીત ‘એક બંગલા બને ન્યારા’ યાદ આવી ગયું. 
ફોટોમાં સરકાર, vssm અને પોતાની મહેનતથી બનાવી રહેલા ઘરો સાથે વાંસફોડા પરિવારો. હાલમાં તેઓ જે સ્થિતિમાં રહે છે તે અને આવનારા દિવસોમાં તેઓ જેમાં રહેવા જવાના છે તે ફોટોમાં જોઈ શકાય છે.